whatsapp banner - Copy
LIVE TVखेलदेशधर्मब्रेकिंग न्यूज़राजनीतिराज्यविश्वशिक्षास्वास्थ्य

NTDNT ની યોજનાઓમુદ્દતી ટર્મ લોન મુદ્દતી ટર્મ લોન

Post Above Advertisment

place your add1
place your add

હેતુ

  • કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ , લઘુ ઉદ્યોગ, કલાકારીગરી અને વંશપરંપરાગત વ્‍યવસાય તેમજ સેવા પ્રકારના ધંધા/વ્‍યવસાય માટે વધુમાં વધુ રૂ.૧૫,૦૦,૦૦૦/- સુધી લોન આપવામાં આવે છે.

લોન મેળવવાની પાત્રતા

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ યોજનામાં લોનની વધુમાં વધુ રકમ ₹. ૧૫,૦૦,૦૦૦/- સુધીની છે.
  • આ યોજનામાં વ્‍યાજનો દર ₹. પ.૦૦ લાખ સુધી વાર્ષિક ૬ % રહેશે અને ₹. ૫.૦૦ થી ₹. ૧૦.૦૦ લાખ સુધી વાર્ષિક ૭% અને ₹. ૧૦.૦૦ લાખથી ₹. ૧૫.૦૦ લાખ સુધી વાર્ષિક ૮% રહેશે.
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
  • આ લોનની રકમ વ્‍યાજસહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.
  • પરિવહન યોજના હેઠળ અપાતી ટર્મ લોન હાલની સ્થિતિએ અમલમાં નથી.
Yogi Setu

Blue Photo Job Vacancy Instagram Post_20250121_005908_0000

Related Articles

Back to top button
Open chat
Hello
Can we help you?