ગુમ થયેલા યુવાન પાંચાભાઈ ગણેશભાઈ રાવળને શોધી કાઢવા સમાજ આગેવાનોની ગૃહમંત્રી સમક્ષ રજૂઆત

Post Above Advertisment
ગુમ થયેલા યુવાન પાંચાભાઈ ગણેશભાઈ રાવળને શોધી કાઢવા સમાજ આગેવાનોની ગૃહમંત્રી સમક્ષ રજૂઆત
ગાંધીનગર, તા. 16 જૂન, 2026
ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી અને રાવળ યોગી સમાજના યુવાન પંચાભાઈ ગણેશભાઈ રાવળ તા. 03 મે, 2026ના રોજ ઘરેથી નીકળ્યા બાદથી ગુમ થયાની ઘટનાને લઈને આજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સમક્ષ સમાજના આગેવાનો તથા વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી.

સમાજના આગેવાનોએ ગૃહમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે પાંચાભાઈ ગણેશભાઈ રાવળ ગુમ થયાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેમના અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. પરિવાર ભારે ચિંતામાં છે અને સમગ્ર સમાજ આ ઘટનાને લઈને વ્યથિત છે.

આગેવાનોએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને આ મામલે ગંભીરતા દાખવી વિશેષ તપાસ હાથ ધરવા તેમજ ગુમ થયેલા યુવાનને વહેલી તકે શોધી કાઢવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી હતી.

રજૂઆત દરમિયાન સમાજના વિવિધ આગેવાનો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સુનિલભાઈ ખંભાત, ઘનશ્યામભાઈ (NT-DNT હક સમિતિ, ગુજરાત), લાલભાઈ રાવળ (રાવળ યોગી સમાજ ટ્રસ્ટ, ગુજરાત), ચંદુભાઈ રાવળ (મારો રાવળ દેવ સમાજ સેવા ટ્રસ્ટ – MRS, ગુજરાત), ડાયાભાઈ રાવળ, હસમુખભાઈ રાવળ (જોગમાયા ફાઉન્ડેશન) ભરત ભાઈ વલાદ ૧૦૮ ટીમ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના અનેક સામાજિક આગેવાનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમગ્ર રાવળ યોગી સમાજ પરિવાર સાથે અડગપણે ઊભો છે અને પરિવારને ન્યાય મળે તે માટે સરકાર તથા પોલીસ તંત્ર દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજજનોએ પણ એકસ્વરે માંગ કરી હતી કે ગુમ થયેલા પંચાભાઈ ગણેશભાઈ રાવળને શોધવા માટે વિશેષ ટીમની રચના કરવામાં આવે અને તપાસને વધુ વેગ આપવામાં આવે.

સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર આ મામલે સંવેદનશીલતા દાખવી ઝડપભેર કાર્યવાહી કરશે અને પરિવારને ન્યાય અપાવશે.
“સમાજ એક છે, પરિવાર સાથે છે અને ન્યાય માટે સતત અવાજ ઉઠાવતો રહેશે
સમાજના સમાચાર | સમાજની એકતા | સમાજનો અવાજ
YOGI Setu – સમાજનું એકમાત્ર ડિજિટલ પ્લેટફોર્મ




