“વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ – ભવિષ્ય અંધકારમાં!”
✔️ મહારાષ્ટ્રના મોડેલ મુજબ 11% અનામત અમલમાં મૂકવામાં આવે.

Post Above Advertisment
વિચરતી અને વિમુક્ત જાતિઓ (NTDNT) એવા સમુદાયો છે જેઓ વર્ષો સુધી સમાજના મુખ્ય પ્રવાહથી વંચિત રહ્યા છે. બ્રિટિશ શાસન દરમિયાન ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ, 1871 હેઠળ આ જાતિઓને “અ પરાધિત જાતિ” તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા બાદ આ એક્ટ રદ્દ થયો હોવા છતાં આ સમુદાયો આજે પણ શિક્ષણ, રોજગારી અને વિકાસમાં પાછળ છે.
સરકારશ્રી દ્વારા તાજેતરમાં લેવાયેલા એક મહત્વના નિર્ણય મુજબ, ડિપ્લોમા ઈજનેરી અભ્યાસ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ સહાય આ શૈક્ષણિક વર્ષથી બંધ કરવામાં આવી છે.
આ નિર્ણયના કારણે અનેક ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવો મુશ્કેલ બન્યો છે. વિદ્યાર્થીઓએ અગાઉની નીતિના આધારે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ અચાનક સહાય બંધ થતાં તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે.
સમુદાયની માંગણીઓ:
✔️ મહારાષ્ટ્રના મોડેલ મુજબ 11% અનામત અમલમાં મૂકવામાં આવે.
✔️ આ નિર્ણય તાત્કાલિક રદ્દ કરવામાં આવે
✔️ અગાઉની જેમ સહાય ચાલુ રાખવામાં આવે
✔️ શિક્ષણના અધિકારને બંધાણમાં ન મૂકવામાં આવે
(. દરેક જિલ્લાઓમાં વિમુક્ત જાતિ પ્રમાણપત્ર પરિપત્ર શાળામાંથી મળી રહે તે 15 મી ઓગસ્ટ પહેલા કરાવો…
. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં દરેક વિદ્યાર્થીઓને પૂર્ણ સ્કોલરશીપ માટેનો પરિપત્ર કરાવો…
. “શૈક્ષણિક લોન નહીં પૂર્ણ સ્કોલરશીપ લક્ષ “વિચરતી વિમુક્ત જાતિના વાલીઓને બદનામ કરવાનું જે ષડયંત્ર શૈક્ષણિક લોન બાબતે થઈ રહ્યું છે તે તાત્કાલિક બંધ થઈને પૂર્ણ સ્કોલરશીપ જાહેર થવી જોઈએ…)
વિમુક્ત અને વિચરતી જાતિના યુવાનોનું ભવિષ્ય બચાવવા માટે અમે સૌ મળીને અવાજ ઉઠાવવો જરૂરી છે. શિક્ષણ એ હક છે, સહાય નહીં રોકાય!
📢 #JusticeForStudents #SaveScholarships