રાવળ યોગી સમાજનું પ્રથમ સ્નેહમિલન “શિવ મહોત્સવ” મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય રીતે યોજાશે
Post Above Advertisment
રાવળ યોગી સમાજનું પ્રથમ સ્નેહમિલન “શિવ મહોત્સવ” મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય રીતે યોજાશે
📍 ગાંધીનગર
સમગ્ર રાવળ યોગી સમાજ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ મહાશિવરાત્રિના પાવન અવસરે રાવળ યોગી સમાજનું પ્રથમ સ્નેહમિલન “શિવ મહોત્સવ” ધાર્મિક ભાવના અને સમાજ એકતાના સંદેશ સાથે યોજાનાર છે. આ કાર્યક્રમ સમાજના ઇતિહાસમાં એક યાદગાર અને ગૌરવપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.
સમાજના વડીલો, આગેવાનો અને યુવા પેઢીને એક મંચ પર જોડીને પરસ્પર પરિચય, સંગઠન અને સંસ્કારની ભાવનાને મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ આ સ્નેહમિલનનો છે. ગુજરાતભરમાં વસતા રાવળ યોગી સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.
કાર્યક્રમ દરમિયાન મહાદેવની પૂજા-અર્ચના, આરતી, ભજન તથા પ્રસાદ વિતરણ જેવા ધાર્મિક આયોજન કરવામાં આવશે.
“કોઈના કરે શંકા, શિવના આત્મા બંકા, વાગાડશો ડમરૂ ડંકા” જેવા પ્રેરણાદાયક સૂત્રો સાથે સમગ્ર વાતાવરણ શિવમય બનશે.
આ મહત્વપૂર્ણ સ્નેહમિલનનું વિશેષ કવરેજ YOGI SETU દ્વારા કરવામાં આવશે, જેથી સમાજની આ એકતા અને સંસ્કારની ભાવના વધુ વ્યાપક રીતે સમાજ સુધી પહોંચે.
આયોજકો દ્વારા સમગ્ર રાવળ યોગી સમાજને પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા ભાવપૂર્વક અપીલ કરવામાં આવી છે.









