વિમુક્ત જાતિ ક્રાંતિ – હવે નવી ઊંચાઈએ, 31 ઑગસ્ટ મુક્તિ દિવસ માટે ગહન તૈયારીઓ

Post Above Advertisment
અમદાવાદ, 17 ઑગસ્ટ 2025
વિચારતી વિમુક્ત જાતિ હક સમિતિ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલી અગત્યની બેઠકમાં નક્કી કરાયું કે હવે વિમુક્ત જાતિનો સંઘર્ષ એક નવા ક્રાંતિના સ્તરે પહોંચાડવો છે. હક, અધિકાર, ન્યાય, સારું રહેઠાણ અને શિક્ષણ માટેની લડતને વધુ બુલંદ બનાવવા માટે સમાજને એકતા સાથે આગળ આવવું પડશે.રાજનીતિથી પર – એકતા માટેનો સંગઠનનો અવાજ
બેઠકમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે 40 NTDNT સમાજો કોઈપણ રાજનીતિથી પર રહીને, માત્ર સમાજના હકો અને ન્યાય માટે જ જોડાશે.
આ અવાજ એ છેવાડા સુધી કચડાયેલા માનવોનો અવાજ છે – જેમને હજુ સુધી ન્યાય, યોગ્ય રહેઠાણ અને શિક્ષણ મળ્યું નથી. હવે આ લડત વાડા-બંધીની બહાર નીકળી તન, મન અને ધનથી જોડાવાની ઘડી આવી છે.
મુક્તિ દિવસની ભવ્ય ઉજવણી
બેઠકમાં નક્કી કરાયું કે 31 ઑગસ્ટના મુક્તિ દિવસને ગુજરાતભરમાં ઉજવાશે.
આ અવસર પર ગામે ગામ યુનિફોર્મ પેટર્ન મુજબના પોસ્ટર અને બેનરો પ્રદર્શિત કરાશે, દરેક ઘરમાં દીવડા પ્રગટાવવામાં આવશે અને રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા અને એકતાનું પ્રતિક ઉજવાશે.
આ દિવસ માત્ર ઉજવણી નહિ, પરંતુ વિમુક્ત સમાજના આત્મસન્માન અને સંઘર્ષની ઘોષણા હશે.
આગામી બેઠક – 20 ઑગસ્ટ, અમદાવાદ
સમાજના આગેવાનો દ્વારા નક્કી કરાયું કે 20 ઑગસ્ટે અમદાવાદ ખાતે રાજ્યવ્યાપી વિશાળ મીટિંગ યોજાશે.
આ બેઠકમાં 40 સમાજોના પ્રતિનિધિ હાજરી ફરજિયાત રહેશે. મીટિંગ દરમિયાન 31 ઑગસ્ટની ઉજવણી તથા આગામી દિવસોમાં સંઘર્ષની રણનીતિ અંતિમરૂપે ઘડાશે.
📰 સંદેશ:
“ડરો નહીં, હિંમત રાખો. હવે સમય આવ્યો છે કે અવાજ બુલંદ કરીએ અને આપણા હકો માટે સંગઠિત થઈએ. 31 ઑગસ્ટે મુક્તિ દિવસને માત્ર ઉજવવાનો નહિ, પણ આપણા હક્કોની નવી લડતનો શંખનાદ કરવાનો છે.”