
Post Above Advertisment
વ્હાલા પરીક્ષાર્થી,
વર્ષ દરમિયાનની આપની અજોડ, અથાગ અને અદ્ભુત મહેનત નો મહત્તમ, ઉચ્ચત્તમ અને યથાર્થ ઉપયોગ કરી વિદ્યા અભ્યાસમાં પોતાને શ્રેષ્ઠ પુરવાર કરવાનો સમય આવી ગયો છે. અન્યોને માટે ભલે એ પરિક્ષા રૂપી ડર અને દહેશતનો માહોલ હોય પણ આપના માટે તો એ ઉત્તમ તક અને ઉત્સવથી ઓછું કંઈ જ નથી. આપનો ઉત્સાહ જ્યારે બુલંદી ની ટોચ પર હોય ત્યારે આપની ઉજ્જવળ સફળતા આપનાથી દૂર નથી રહી શકતી.
આપની સફળતા માટે આપની મહેનત તો પૂરી સક્ષમ છે જ તો તેની સાથે આપના માતા પિતાનુ પ્રેરકબળ, વડિલોના આશિર્વાદ પણ મજબૂત બળ પૂરું પાડી રહ્યું છે. આપના ઇષ્ટ દેવી-દેવતા પર પૂર્ણ શ્રદ્ધા રાખશો, ઘરેથી નિકળતા સમયે તેનું સ્મરણ અવશ્ય કરશો.
શરૂ થઈ રહેલી આ SSC / HSC પરીક્ષામાં આપ જ્વલંત સફળતા મેળવી આપની ઈચ્છિત લક્ષ્ય તરફ આપની કેરિયર કેડી કંડારી શકો. એવી મારી તેમજ યોગી સેતુ તરફથી આપને હ્રદય પૂર્વક ની શુભેચ્છાઓ અને પ્રભુ પ્રાર્થ.