Post Above Advertisment
ગુજરાત રાવળ યોગી સમાજ ટ્રસ્ટ ડાકોર ની સમગ્ર કારોબારી ટીમ એ પણ સમગ્ર ગુજરાત રાજ્ય ના તમામ રાવળ યોગી સમાજ ,મહંતો,સંતો,આચાર્યો, ધા રાસભ્ય શ્રી, સમાજ ના આગેવાનો,જુદા જુદા મંડળ ના પ્રમુખશ્રી ઓ, સામાજિક આગેવાનો ને ડાકોર ની રાવળ યોગી સમાજ ની ધર્મશાળા ની જગ્યા મા જ ૫૧ કુંડી મહાશિવ યજ્ઞ ના દર્શન માટે આમંત્રણ આપેલ.. ડાકોર રાવળ યોગી સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ મહાશિવ યજ્ઞ માટે આવેલ મહેમાનો કે સાધુ સંતો ને સળંગ બે દિવસ ભોજન પ્રસાદ,બે ધર્મશાળા અને અન્ય સ્થળે રહેવાનું, ચા પાણી,મહેમાનો માટે અને યજ્ઞ મા બેસનાર દંપતીઓ માટે શ્રદ્ધા યુક્ત સાચા મંત્રોચ્ચાર સાથે ભક્તિ સભર યજ્ઞ મા આનંદ આવી ગયો હતો..આવેલ મહેમાનો પણ યોગ્ય સ્થળે બેસી ને હવન ના દર્શન કરેલ..
સદરહુ હાલ 13 ગુંઠા ના વિસ્તાર ની જગ્યા રાવળ યોગી સમાજ ડાકોર પાસે ધર્મશાળા અને બીજી ખુલ્લી જગ્યા છે. જેમા હાલ 4 ગુંઠા ની જગ્યા મા ધર્મશાળા બનાવેલ છે.. જેમાં બે માળ મા બે મોટા હોલ 26×22 ના બે માળ કુલ ઉપર નીચે 3-3 રૂમ ની સરસ સગવડ છે . જમીન તળ પર ધર્મશાળા ના પ્રવેશ દ્વાર મા જ સરસ નાનુ એવુ શ્રી રામદેવપીર,શ્રી રામેશ્વર મહાદેવ નુ સરસ મંદિર પણ બનાવેલ છે. જેમા પુજારી શ્રી નિયમિત સેવા,પૂજા,આરતી કરે છે*. … *જેમા ઉપર બે મોટા હોલ,અને 6 મોટા રુમ પ્રથમ માળ સુધી બધીજ સગવડ સાથે બનાવેલ છે*…
*હાલ જ્યા હવન યજ્ઞ થઈ રહ્યો છે તે જ જગ્યાએ શ્રી ભીખાભાઈ હાલ અમદાવાદ રહે છે તેઓ એ બેનર મા બતાવેલ ચિત્ર મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પર એક મોટું રસોડુ- હોલ અને ઉપરના માળે 5 મોટા રૂમ પણ લગભગ 50 લાખ કરતાં પણ વધુ રકમ ખર્ચ કરી ને રાવળ યોગી સમાજ ડાકોર ની ધર્મશાળા મા બનાવી આપનાર છે*. *આ હાલ મા તો વિશાળ ધર્મશાળા છે જ*…*અને જ્યારે આ બીજુ નવીન કામ થશે ત્યારે રાવળ સમાજ માટે એક આનંદ ની વાત હશે*….
*આખા દિવસ દરમ્યાન હવન કુંડી યજ્ઞ સવાર થી પ્રસાદ,ચા પાણી સાથે સાંજે શ્રીફળ હોમાયા બાદ સાંજે 5 વાગે આવનાર મહેમાનો,સંતો,મહંતો,આચાર્યો,દાતાઓ માટે એક સરસ સન્માન સમારંભ રાખેલ હતો*..*સદરહુ કાર્યક્રમ મા ઠાસરા વિધાન સભા ના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિહ પરમાર બાપુ*.., *પ્રમુખ શ્રી ગુ. રા.યો.ઉ.મંડળ શ્રી દેવેન્દ્રભાઈ, પ્રમુખશ્રી ,અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી ભલાભાઈ, શ્રી બીપીનભાઈ, ૧૦૮ શ્રી સેવાદાસ મહારાજ કબીર પંથ, આચાર્ય શ્રી આત્મારામ મહારાજ ,શ્રી દિનેશભાઈ, શ્રી કાનજીભાઈ, શ્રી પિયુષભાઈ, શ્રી કાળુભાઈ, શ્રી શકરાભાઈ મહારાજ, શ્રી શાંતિલાલ મહારાજ,શ્રી સુખદેવભાઈ, વિગેરે સામાજિક કાર્યકર્તા અને સંતો,મહંતો તથા રણુજા ધર્મશાળા પ્રમુખ શ્રી લખુભાઈ,તથા નવિન બાંધકામ ના દાતાશ્રી ભીખાભાઈ બબાભાઈ રાવળ, તથા અન્ય ઘણા સમાજ ના આગેવાનો એ શિવ મહા યજ્ઞ ના દર્શન નો લાભ લીધો હતો*..*👌👌🌹🌹સમગ્ર ૫૧ કુંડી મહા શિવ યજ્ઞ નુ આયોજન કમિટી ના પ્રમુખ શ્રી સોમાભાઇ ગાના, મહામંત્રી શ્રી મફતભાઈ નડિયાદ, તથા સમગ્ર ટીમ એ કરેલ…સ્ટેજ સંચાલન અને એનકરિંગ નુ સારામાં સારું કામ શ્રી રાવજીભાઈ,શ્રી ગોવિંદભાઈ ,તથા શ્રી દેવીદાસ મહારાજ વિગેરે એ કરી આવેલ તમામ મહેમાનો સંતો આચાર્યો નુ સન્માન શાલ, ફુલહાર થી કરેલ*..*.👌👌🌹🌹શ્રી બકાભાઈ ધારાસભ્ય શ્રી એ સમગ્ર કેમ્પસ મા જમીન તળ પર બ્લોક નાખી આપવાની તથા અન્ય કોઈ કામ માટે પણ ખાતરી આપેલ છે .શ્રી 👌👌🌹🌹દેવેન્દ્રભાઈ એ પોતાના વક્તત્વ મા આ ધર્મશાળા મા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે ,વર્ગો ચલાવી શકો,તેમ કરી ને શિક્ષણ પર ભાર મુકેલ અને શિક્ષણ છે તો જ સમાજ આગળ આવશે તેવું ખાસ જણાવેલ* *ગાંધીનગર રાંધેજા મા જે સંકુલ બનાવેલ છે..તે સમગ્ર ગુજરાત ના વિદ્યાર્થીઓ માટે વિદેશ જાય તેવા વર્ગો ની એ.એલ ટી સી.. ના વર્ગો માટે પણ સુવિધા કરવામાં આવશે તેવું જણાવેલ…. છેલ્લે મહંતશ્રી ૧૦૮ ભક્તિ નંદગીરી બાપુ અલખ ધામ આશ્રમ સીતવાડા તા. પ્રાંતિજ એ દરેક ભાઈઓ બહેનો અને યજ્ઞ મા બેસનાર દંપતીઓ ,દાતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ ઓ અને સમગ્ર ટીમ ને આશીર્વચન આપેલ*…*ત્યારબાદ સાંજનો પ્રસાદ લઈ સમાજ ના ઘણા ભાઈઓ બહેનો મહેમાનો સંતો પોતાના ઘર તરફ પ્રયાણ કરેલ*..*રાત્રે રામાપીર નો ડાયરો,સંત વાણી વિગેરે નો પણ સરસ કાર્યક્રમ હતો*…
*આમ ગુજરાત રાવળ યોગી સમાજ ટ્રસ્ટ ડાકોર ના પ્રમુખ મંત્રી અને સમગ્ર કારોબારી સમિતિ દ્વારા રાવળ સમાજ ને 31/1/2023 રવિવાર વર્ષ ના છેલ્લા દિવસે ડાકોર ના શ્રી રણછોડ રાય ના દર્શન,ડાકોરના ગોટા, ડાકોરમાં જ ૫૧ કુંડી મહા શિવયજ્ઞ,ધર્મશાળા મા બનાવેલ મંદિર મા બિરાજમાન શ્રી રામદેવપીર,શ્રી રામેશ્વર મહાદેવ,તથા, સંતો ,મહંતો ના આશીર્વાદ તથા દુર દૂર થી આવેલ સમાજ ના દર્શન કરાવી….એક અનોખી*….*થર્ટી ફર્સ્ટ …. ની ઉજવણી કરાવી….તે બદલ..તેઓ નો ખૂબ ખુબ આભાર*..
*બીજુ ખાસ આ કમિટી મા એક બહેન જે સભ્ય મા છે જે શ્રીમતી અમિતાબેન વડોદરા ની પણ સારી કામગીરી માટે સન્માનિત કરેલા ..તે બહુજ સારી બાબત કહી શકાય*….