NT-DNT પરીપત્ર સુધારા બદલ રાજ્ય સરકારને રુબરુ આભાર

Post Above Advertisment
ગાંધીનગર, સ્વર્ણિમ સંકુલ-1 –
NT-DNT વિષયક પરિપત્રમાં કરાયેલા મહત્વપૂર્ણ સુધારા બદલ વિચરતી-વિમુક્ત જાતિ હક્ક સમિતિ, ગુજરાત રાજ્યના કોર કમિટી સભ્યોએ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને રુબરુ મળીને આભાર વ્યક્ત કર્યો.
આ અવસર પર રાવળ સમાજના આગેવાનો રાવળ બળદેભાઈ (કડી), રાવળ ભરતભાઈ (વલાદ), રાવળ જીતેન્દ્રભાઈ (ઈટલા), રાવળ વિષ્ણુભાઈ (મોટી આદરજ), રાવળ બી.કે. (રામપુરા), રાવળ શંભુભાઈ (અમદાવાદ), રાવળ દિનેશભાઈ (કોલવડા), અને રાવળ જીવણભાઈ (વામજ) ઉપસ્થિત રહ્યા.
મંડળના સભ્યો માત્ર માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે અને માનનીય મંત્રીશ્રી બાનુબેન બાબરીયાના અંગત સચિવશ્રી સાથે પણ વ્યક્તિગત મુલાકાત કરી અને સમાજના પ્રશ્નોમાં રાજ્ય સરકારે દર્શાવેલી સંવેદનશીલતા બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો.
આ મુલાકાત દરમિયાન આગેવાનો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે NT-DNT સમુદાયના હકો અને હિત માટે કરવામાં આવેલા સુધારા સમાજની દીર્ઘકાલીન માંગણીઓનું પ્રતિબિંબ છે, અને આને કારણે ખાસ કરીને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ અને પરિવારોને મોટો લાભ મળશે.
સભામાં હાજર રહેલા દરેક આગેવાનોએ એકમતથી નિશ્ચય કર્યો કે –
> “એક સમાજ, નેક સમાજ” – સમાજના હકો માટેની આ લડત એકતા અને સંકલ્પ સાથે સતત ચાલુ રહેશે.