દેલવાડા ગામની દીકરી રાવળ ફાલ્ગુની દિલીપકુમાર સમાજ કલ્યાણ અધિકારી પદે નિમાયા – સમાજ અને ગામમાં આનંદની લાગણી

Post Above Advertisment
દેલવાડા (તા. માણસા) — દેલવાડા ગામે ગૌરવ અનુભવવાનો ક્ષણ આવ્યો છે, કારણ કે ગામની પ્રતિભાશાળી દીકરી રાવળ ફાલ્ગુની દિલીપકુમાર સમાજ કલ્યાણ અધિકારી તરીકે નિમણૂંક થઈ છે. આ સમાચાર મળતાં જ સમગ્ર સમાજ અને ગામમાં આનંદની લહેર દોડીને દરેકે તેમને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા છે.
શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન આપ્યા બાદ ફાલ્ગુનીબેનની આ સિદ્ધિ તેમના સંકલ્પ, મહેનત અને સમાજ પ્રત્યેની સેવા ભાવનાનું પ્રતિબિંબ છે. ગામના વડીલો અને સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, “ફાલ્ગુનીબેન જેવી પ્રતિભાશાળી દીકરી સમાજ અને ગામના હિત માટે કાર્ય કરશે, તે સમગ્ર ગામ માટે ગૌરવની વાત છે.”
દેલવાડા ગામ અને સમાજ હંમેશા શિક્ષણ તથા સેવા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતું રહ્યું છે. ફાલ્ગુનીબેનની આ સફળતા નવી પેઢીને પ્રેરણા આપશે, એમ ગામ તથા સમાજજનો માને છે. તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ અને સમગ્ર સમાજમાં હર્ષનો માહોલ છે.
સમાજ કલ્યાણ વિભાગમાં તેમના કાર્યકાળ દરમિયાન ગામ અને સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે તેઓ મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકે તેવી આશા વ્યક્ત થઈ
રહી છે.